અસમંજસ

વિકિકોશમાંથી
  • ૧. (પું.) અડચણ; કઠણાઈ
  • ૨. (પું.) જુદાપણું
  • ૩. (પું.) શંકા
  • ૪. [હિં] (ન.) અનિશ્ચય; ચિત્તથી અસ્થિરતા
  • ૫. [સં. અ (નહિ) + સમંજસ (યોગ્યતા)] (ન.) અયોગ્યતા; અઘટિતપણું.
  • ૬. (ન.) મેળ ન ખાય તેવું હોવાપણું; અસંગતિ
  • ૭. [સં. અ (નહિ) + સમંજસ (લાયક)] (વિ.) અઘટિત; અનુચિત; અયોગ્ય
  • ૮. (વિ.) બાળકની વાણી જેવું; ભાંગ્યુંતૂટ્યું અને મીઠું; કાલું.
  • ૯. (વિ.) મૂર્ખાઈ કરેલું; અર્થ વગરનું; સૂર્યની પાસે અંધકાર હશે એમ સમજી તેને મશાલ બતાવવા જેવું કૃત્ય અસમંજસ કહેવાય.
  • ૧૦. (વિ.) સમજાય નહિ તેવું; અસ્પષ્ટ; અગમ્ય.
  • ૧૧. (વિ.) સમજાય નહિ એવું; જુંદું.
  • ૧૨. (અ.) છાજે નહિ તેમ; અનુચિત રીતે.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૬૩૩