ઓરતો

વિકિકોશમાંથી
  • ૧. (પું.) ઓરિયો; અભિલાષા; ઇચ્છા; વાંચ્છા; મનોરથ; લહાવાની ઉમેદ. સંસ્કૃત આતુરતા શબ્દ ઉપરથી ત્ લોપાઈને આ શબ્દ વ્યુપન્ન થયો છે.
    • ઉપયોગ: રાખીશ મા કોઈ ઓરતો, પૂછે વિપરીત વાત; એક કમળનો ઓરતો, લાવ્યો કમળ હજાર. – શામળ
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] આરક્ત; પ્રા. આરત્તો ]
  • ૨. (પું.) દાંતે રંગ લગાડવો તે.
  • ૩. (પું.) ધોખો; રોષ.
    • રૂઢિપ્રયોગ: ઓરતો કરવો = દુઃખ લગાડવું.
  • ૪. (પું.) પસ્તાવો અફસોસ; શોક.
    • વ્યુત્પત્તિ: [પ્રાકૃત] ઉઅરતા ( પસ્તાવો )
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
      ...એ તો અધવચ રઝળાવીને હાલ્યો ગયો, હવે તમારા – પારકી જણીઓના – શા ઓરતા કરવા....?’
    • ઉપયોગ: એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને, તેને થાશે ઉરે ઓરતો, સમજી લેજો સહુ મર્મને. – નિષ્કુળાનંદ
  • ૫. (સ્ત્રી. બ. વ.) પત્નીઓ; અર્ધાંગનાઓ.
  • ૬. (સ્ત્રી. બ. વ.) સ્ત્રીઓ; બાયડીઓ.

ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • (પું. બ. વ.) ઓરતા