લખાણ પર જાઓ

ખાટસવાદિયું

વિકિકોશમાંથી

વિશેષણ

[ફેરફાર કરો]
  • (લાક્ષણિક)કોઇ પણ કામમાં સંજોગોને આધારે એક વખત લાભ મળી ગયો હોય તો તેથી લલચાઈને ફરી કરી તેવો લાભ લેવા ઇચ્છાનાર; કોઈ પણ કામમાં સંયોગોની અનુકૂળતાએ લાભ ઉઠાવવા તત્પર થતું.
  • જેને ખાટું બહુ વહાલું હોય એવું; ખાટી વસ્તુનું શોખીન; ખટાશ ઉપર પ્રેમ હોય એવું.
  • નામીચા માણસને નામે સારાંનરસાં કામ કરનાર; ચડસીલું.
ઉદાહરણ: જેના ખાટસવાદિયા તરીકે પોતે કામ કરતો એ રિખવ શેઠ ચાલ્યો જવાથી દલુ પીંછાં વિનાના મોર જેવો થઈ રહ્યો હતો. --વ્યાજનો વારસ
  • પોતાને સંબંધ ધરાવ્યા વિનાની નકામી બાબતમાં રસ લેનાર કે માનનાર; ખાટસ્વાદુ.
  • લૂંટફાટ વગેરેના ઇરાદાથી ભેળું ભળનાર.
  • સ્વાદને ખાતર જ્યાંત્યાં ખાવા ટાંપી રહેનાર.

ઉતરી આવેલા શબ્દો

[ફેરફાર કરો]
  • [પું] ખાટસવાદિયો