ગંજી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ઘાસનો મોટો ઢગ; ઘાસનું મોઢવું; ઓઘલો; ઘાસના પૂળાનો મોટો ઢગલો.
    • નાની બંડી.
    • સંચય; જથ્થો; સંગ્રહ.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ગંજીનો કૂતરો = નિસ્વાર્થ બીજાને રોકનાર અથવા પીડનાર માણસ. કૂતરો પોતે ઘાસ ખાતો નથી તેમ છતાં જેને તે ખાવાના કામમાં આવે છે એવાં ઢોરને ભસીને તે ખાતાં અટકાવે છે. તે ઉપરથી આ પ્રયોગ થયો છે.
    • ૨. ગંજીનો સાપ = છૂપો દુશ્મન; ગુપ્ત શત્રુ. જોવાં કે જાણવામાં ન આવે એવો અને ઉપરથી મીઠું બોલનાર અને અંદરખાનેથી વેર રાખનાર દુશ્મન.

સંદર્ભ[ફેરફાર કરો]