ગુજરી
દેખાવ
- ૧. સ્ત્રી.
- એક જાતની ભેંસ.
- કંકણી; સ્ત્રીઓને હાથે પહેરવાનું એક જાતનું કાંગરીવાળું, સોનાને મળતું, નીચેથી ચપટા ઘાટનું અને ઉપરથી ગોળ હોય એવું ઘરેણું; દાણાદાર ભાતવાળી, સોના અથવા રૂપાની, પાંખિયું છૂટું થઈ શકે એવી એક જાતની ચૂડી.
- ગુજરાત દેશની સ્ત્રી; ગુજરાતણ.
- પગમાં ઘૂંટી ઉપર પહેરવાનું એક જાતનું ઘરેણું. તેમાં ગોળ દાણાવાળી કિનારની નીચે ઘૂઘરીઓ બાંધેલી હોય છે.
- મેઘ રાગની પાંચ માંહેની એક રાગિણી.
- શહેર કે કસબામાં સાંજ કે સવાર ખુલ્લા મેદાનમાં ભરાતું બજાર.