ગ્લાનિ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • અસ્ત; અંધકાર.
    • કરમાવું તે; ફિક્કાશ; નિસ્તેજપણું; ચહેરો ઊતરી જવાપણું; દુ:ખ રોગ, શોક વગેરે કારણથી મોઢાની કાંતિમાં ફરેફરા થવો તે,ઉત્સાહનો અભાવ.
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૬:
        “જો મને અત્યારે કંઈક સહેજ ગ્લાનિ થતી હોય તો તે એટલી જ કે આવી સરસ લડત જોવાનો મૌકો હવે મારી પાસેથી જવાનો.”
      • [ સંસ્કૃત ] ગ્લૈ ( કરમાવું ) ]
    • ખિન્નતા; અનુત્સાહ; સુસ્તી.
    • ઘૃણા; કમકમી; અણગમો.
    • થાક; ખેદ; શ્રમ;ઉદ્વેગ..
    • દિલગીરી; શોક; અફસોસ; જેમાં પોતાનું કોઇ કાર્ય, બૂરાઈ અને ખિન્નતા ઉત્પન્ન થાય એવી મનની વૃત્તિ.
    • દુર્બળતા; દુર્બળપણું; માંદ્ય; શારીરિક અથવા માનસિક શિથિલતા. વ્યાધિ, મનસ્તાપ, ઉપવાસ, ક્ષુધા, અતિપાન, તપ, અભ્યાસ, વમન વગેરે વિભાવથી બલહીન થવું તેને ગ્લાનિ કહે છે.
    • ( કાવ્ય ) બીભત્સ રસનો એક સ્થાયી ભાવ. સાહિત્યદર્પણ અનુસાર તે એક વ્યભિચારી ભાવ છે. નિર્બળતાથી શિથિલતા અથવા અસહનશીલતાના ખેદને ગ્લાનિસંચારી કહે છે.
    • બીમારી; રોગ.
    • હાનિ; વર્ણાશ્રમ આદિ લક્ષણરૂપ પ્રાણીઓના અભ્યુદય તથા નિ:શ્રેસના સાવધરૂપ ધર્મની હાનિ.
      • ઉપયોગ : જ્યારે જ્યારે ધીરવીર ! થતી ધર્મની ગ્લાનિ ભારે, જામે જૂથો અધરમતણાં જન્મું પોતે હું ત્યારે. – ગીતાપંચામૃત

સંદર્ભ[ફેરફાર કરો]