ઘી
દેખાવ
- ૧. [સં. ઘૃત; ઘિઅં-ઘિઉ-ઘી] (ન.) દૂધનું દહીં, દહીનું માખણ અને એ માખણને તાવીને બનાવેલું ચીકણું સ્વાદ વગરનું ઊનું કરતાં પ્રવાહી થાય અને ટાઢું પડતાં થીજી જાય એવું સત્ત્વ; ઘૃત; ચીકટ; તૂપ;
- રૂઢિપ્રયોગ
- ૧. ખીચડીમાં ઘી ઢોળાવું = વ્યર્થ ન જવું.
- ૨. ઘી ખાના સક્કરસે ઓર દુનિયા ચલાના મકરસે = ઘી સાકર સાથે ખાવું અને સંસારવ્યવહારમાં યુક્તિપ્રયુક્તિથી વર્તવું.
- ૩. ઘી ચોપડવું = માખણ લગાડવું; ખુશામત કરવી.
- ૪. ઘી બોલવું = જૈન મંદિરમાં આંગીને દિવસે ભગવાનની આરતી ઉતારવા માટે હરરાજીમાં ઘીની માગણી કરવી તે.
- ૫. ઘીના ઠામમાં ઘી પડવું; ઘી ને ઘડે ઘી થવું = સારાં વાનાં થવાં.
- ૬. ઘીની ધાર જોવી = છેવટ સુધી રાહ જોવી.
- ૭. ઘીમાંથી ઈયળ કાઢવી = દૂધમાંથી પૂરા કાઢવા.
- ૮. નરમ ઘી જેવી માગણી કરવી = દેખાવમાં નમાલી છતાં ભારે માંગણી કરવી.
- ૯. બળતામાં ઘી હોમવું = પડ્યા પર પાટું મારવું; મામલો વધારે બગાડવો.
- ૧૦. મોટું ઘી = ચરબી ભેળવેલું ખરાબ ઘી.
- ૧૧. હાંડીનું ઘી = તાજું સારૂં માખણ.