જીરવવું

વિકિકોશમાંથી
  • ૧. (સ. ક્રિ.) જીર્ણ કરવું; જરીને બરોબર ઠેકાણે થાય એમ કરવું.
  • ૨. (સ. ક્રિ.) મનમાં રાખવું; છાનું રાખવું, મનમાં સહન કરી ટકાવી રાખવું
  • ૩. (સ. ક્રિ.) (લા.) સહન કરવું; વેઠવું; સાંખવું; ગ્રહણ કરેલુ વસ્તુ, વાત વગેરેનું યોગ્ય રીતે ધારણ કરવું, ખમવું, ખમી ખાવું.
  • ૪. (સ. ક્રિ.) સંઘરવું.
  • ૫. (સ. ક્રિ.) હજમ કરવું; જેરવવું,પચવવું.

ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • ૧. (બ. વ.) જીરવવાં.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૫:
      રિખવનાં સ્મરણો જીરવવાં કઠણ હતાં.