ઢાળકી

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) સોનારૂપાને ગાળીને પાડેલી લગડી; ધાતુને ગરમ કરી બીબામાં રેડી બનાવેલ ઘાટ; ધાતુની ચકતી કે લગડી; ધાતુને ગાળીને પાડેલી લગડી; ધાતુના રસનો નાનો ઢાળો, લગડી
    • વ્યુત્પત્તિ: ઢાળવું + કી ( લઘુતાવાચક પ્રત્યય )
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૩૬:
      આંખોની નીચલી પાંપણોનો પ્રદેશ ઊંડો ગયો હતો અને ત્યાંથી શરૂ થઈને ઓઠના બન્ને બાજુના ખૂણાઓ સુધી ભરાઉ ગાલોમાં એકેકી સુંદર કરચલી વરતાવા માંડી હતી. અને પરિણામે, બન્ને ઓઠના ખૂણાઓની નીચે ઢાળકીઓ પડતી હતી..