તાકીદ

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • ઉતાવળ; જલદી; ત્વરા; તરત જરૂર હોવી તે.
    • કબૂલ રાખવું તે.
    • કોઈ બાબતનો આગ્રહ કરવો તે; આગ્રહપૂર્વક કોઈ વાતની આજ્ઞા અથવા અનુરોધ.
    • દેખરેખ રાખવી તે; બંદોબસ્ત.
    • ફરજ.
    • ભાર.
    • મનાઈ હુકમ; સૂચના; ચેતવણી; ખૂબ ચેતવણી સાથે કરેલ વાત; ધમકી; મજબૂતી; સખ્તાઈ; ભૂલચૂક કરશે કે થશે અથવા જેવી આજ્ઞા છે તે પ્રમાણે અમલ નહિ થાય તો આમ થશે કે તેમ થશે તેવી જોહુકમી કે ચેતવણીવાળી ધમકી
    • હરીફાઈ.
    • હુકમ; ઉપરી તરફથી તાબાના નોકરને અપાતો હુકમ; હુકમ તાબડતોબ બજાવવાનું કહેવું તે; ફરમાન; વગર વિલંબે ઝટ કરવાની આજ્ઞા.
  • રૂઢિપ્રયોગ
    • તાકીદ અપાવવી – મનાઈ હુકમ અપાવવો.
    • તાકીદ આપવી – મનાઈ હુકમ આપવો.
    • તાકીદ કરવી – (૧) આગ્રહ કરવો. (૨) ઉતાવળ કરવી. (૩) દબાણ કરવું. (૪) સૂચવવું; સૂચના આપવી.
    • તાકીદ કરાવવી – વધારે ધ્યાન આપે એમ કરવું.
    • તાકીદે મઝીદ – સખ્ત હુકમ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]


સંદર્ભ[ફેરફાર કરો]