દિનમાન
દેખાવ
- ન.
- सं. [દિન (દિવસ) + માન (માપ)] દહાડાનું માપ; દિવસની લંબાઈ; સૂર્યોદયથી સૂર્યાસ્તનો વખત.
- ગ્રહ
- રૂઢિપ્રયોગ:
- ૧. દિનમાન ઊઠવો = (૧) અધોગતિમાં આવી પડવું; દુર્ભાગ્ય થવું; (૨) ખરાબ હાલત થઈ પડવી; નમતો દહાડો થવો.
- ૨. દિનમાન ઘેર ન હોવો = દિનમાન ઊઠવો
- રૂઢિપ્રયોગ:
- ઉદાહરણ ૧૯૮૮, પ્રહલાદ બ્રહ્મભટ્ટ, ખાખનાં પોયણાં, page ૧૩૫:
- ‘ભાભી ! જે દિ શિવાની મા વિદાય થઈ તે દિથી મારો દિનમાન તો પરવારી ગયો છે. હવે તો શિવાના દિનમાનની વાત કરો !’
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- દિનમાન ભગવદ્ગોમંડલ પર.