નખ્ખોદ

વિકિકોશમાંથી

નામ (નપુંસકલિંગ)[ફેરફાર કરો]

  • સદંતર નિર્વંશ જવો એ, વંશનો સાવ ઉચ્છેદ; વંશવારસનો નાશ; વંશમાં હોઈ ન હોવું તે; નિર્વંશ.†
  • સત્યાનાશ; સમૂળગો નાશ; સર્વનાશ; સર્વસ્વ જવું તે; વિનાશ; મૂળથી ખોદાઈ જવું તે; દાટ; પૂર્ણ નાશ; જડામૂળ.#
  • (લાક્ષણિક) સત્યાનાશ
  • અકલ્યાણ; અશુભ; અશ્રેય.
  • દુર્ગતિ; અધોગતિ; અસદ્ગતિ.
  • ર્ભાગ્ય.
  • નુક્શાન.
  • મૂળ; જડ.

વિશેષણ[ફેરફાર કરો]

  • ખરાબ; બૂરૂં.

=ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • નખ્ખોદિયા
  • નખ્ખોદિયણ

અન્ય જોડણી[ફેરફાર કરો]

નખોદ

રૂઢિ પ્રયોગ[ફેરફાર કરો]

  • †નખ્ખોદ જવું-નીકળવું-વળી જવું = વંશમાં કોઈ ન રહેવું; નિર્વંશ જવું; વંશ આગળ ચાલે નહિ એવું થઈ જવું; વંશવેલો નાબૂદ થવો.
  • #૧. નખોદ કાઢવું = તદ્દન નાશ કરવું; પાયમાલ કરવું.
૨. નખોદ ઘાલવું-વાળવું = પાયમાલ કરવું; બૂરૂં કરવું; બગાડી નાખવું.
૩. નવરો બેઠો નખોદ વાળે = નિરુદ્યમી માણસ પાયમાલી આણે; કામધંધા વગરનો માણસ બૂરૂં કરે.