નીરજ

વિકિકોશમાંથી
  • પું.
    • ( પિંગળ ) એક વિષમ જાતિ માત્રામેળ છંદ. તે કુંડલિયા છંદનો ભેદ છે. તેમાં ૨૦ ગુરુ ને ૧૧૨ લઘુ મળી ૧૩૨ વર્ણ હોય છે.
    • ( પિંગળ ) એક સમજાતિ માત્રામેળ છંદ. તે સવૈયા છંદનો એક ભેદ છે. તેમાં તેંતાલીસ ગુરુ અને આડત્રીશ લઘુ મળી એકાશી વર્ણ અને એકસો ચોવીશ માત્રા આવે છે.
    • પાણીનો બિલાડો.
    • પાણીમાં ઉત્પન્ન થતી વસ્તુ.
    • મહાદેવ; શિવનાં હજાર માંહેનું એક નામ.
    • એક પ્રકારનું તૃણ.
    • કમળ; જલજ; ઉત્પલ,ઇંદીવર
    • કુષ્ઠ નામની ઔષધિ.
    • મોતી; મુક્તા.
  • વિશેષણ
    • [ સં. નીર ( પાણી ) + જ ( જન્મેલું ) ] પાણીમાં ઉત્પન્ન થયેલું.
    • [ સં. નિર્ ( નહિ ) + રજસ્ ] રજ વિનાનું; ધૂળ વગરનું; સ્વચ્છ; શુદ્ધ; નિર્મળ; ચોખ્ખું.
    • રાગશૂન્ય; વિરાગી. દા. ત. લાલચ છાંડી નીરજ ભક્તિ માંડી. – નરસિંહ