પગી

વિકિકોશમાંથી
  • પું.
    • ચોકિયાત; ચોકી કરનાર; રખોલિયો; રખેવાળ; ચોકીદાર.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૫૫:
      “કાયદેસર પગલાં લેવા જતાં સરકારને ખબર પડી કે તેનાં હથિયાર કેટલાં નકામાં થઈ ગયાં હતાં. સરકારને કોઈ પગી નહોતો મળતો, લિલામની વસ્તુઓ લેનાર એકે પ્રામાણિક સજજન નહોતો મળતો, જમીન ખરીદનાર તાલુકાનો કે બહારનો એકે પ્રતિષ્ઠિત ખાતેદાર નહોતો મળતો.”
    • જન્મતાં જેના પગ પહેલાં બહાર આવ્યા હોત તેવો માણસ.
    • પગલાં જોઇ ચોર કોણ છે અને તે ચોરી કરી ક્યાં થઈને ગયો તે પારખી કાઢનારો માણસ; પગલું પારખી કાઢનારો માણસ; પગલું પારખી ચોરની ભાળ કાઢનાર માણસ.
  • સ્ત્રી.
    • કેનેરા તરફ હોડી ચલાવવાનો ધંધો કરતી એ નામની એક જાતિ.
  • ન.
    • એ નામની જાતિનું માણસ.
  • વિશેષણ
    • એ નામની જાતિનું.
    • જન્મતાં જેના પગ પહેલાં બહાર આવ્યા હોય તેવું.
    • પગે ચાલનાર.

સંદર્ભ[ફેરફાર કરો]