લખાણ પર જાઓ

પટકૂળ

વિકિકોશમાંથી
  • ૧. (ન.) રેશમી વસ્ત્ર, ઊંચી જાતનું સુંદર વસ્ત્ર, ઊંચી જાતનું સરસ કપડું;
    • વ્યુત્પત્તિ:[સંસ્કૃત] પટ + દુકૂલ ( સુંદર કપડું )
  • ૨. (ન.) સ્ત્રીઓની સર્વસાધારણ સાડી; પટોળું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૨:
      રિખવના મૃત્યુ પછી રેશમી અને જરિયન પટકૂળ તેમ જ જરઝવેરાતો પહેરવાનું તો લૌકિક આચારે મર્યાદિત બનાવી મૂક્યું હતું.