પરાકોટિ

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) છેલ્લી હદ; પરાકાષ્ઠા; છેલ્લામાં છેલ્લી કોટિ કે હદ; ચરમસીમા
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] પરાકોટિ
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૦:
      સુલેખાનું હૃદય પરિતોષની પરાકોટિ અનુભવી રહ્યું. અને એ પરમ પરિતોષ ‘સુરૂપકુમાર’ના ચિત્રમાં ઉતારવા મથી રહી.
  • ૨. (સ્ત્રી.) તીવ્રતા; અતિશયતા; પ્રકર્ષ.
  • ૩. (સ્ત્રી.) બ્રહ્માનું અર્ધું આયુષ્ય.
  • ૪. (સ્ત્રી.) રેખાંશ; `મેરિડિયન.`
  • ૫. (સ્ત્રી.) સર્વોચ્ચ કક્ષા; સર્વોચ્ચ સ્થિતિ.
  • ૬. (સ્ત્રી.) છેલ્લી અવધિ ‘ક્લાઇમેક્સ’