પરિત્રાણ

વિકિકોશમાંથી
  • ૧. (પું.) શરીરના વાળ.
  • ૨. (ન.) આત્મરક્ષણ; પોતાની રક્ષા; રક્ષણ.
  • ૩. [સં. પરિ (ચોતરફ) + ત્રાણ (રક્ષણ)] (ન.) શરીરના રક્ષણ માટેનું બખ્તર.
  • ૪. (ન.) ચોતરફથી રક્ષણ કરવું તે; સંરક્ષણ; બચાવ; કોઇની રક્ષા કરવી તે.
    • ઉદાહરણ
      સં. ૧૯૮૫, શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર, મહાન સાધ્વીઓ, page ૧૭૯:
      “મિસરનાં ઘણાં પ્રતિષ્ઠિત અને પવિત્ર કુટુંબો એમ માને છે કે, સૈયદાની સમાધિ પાસે પિતાની કબર હોય તો એથી પોતાના આત્માને અભય અને પરિત્રાણ મળે.”
  • ૫. (ન.) વારણ; નિવારણ; અટકાવ.
  • ૬. (ન.) પાશબંધન.

સંદર્ભ[ફેરફાર કરો]