પાધરું

વિકિકોશમાંથી
  • ૧. (વિ.)
    • અનુકૂળ; લાભદાયક.
ઉદાહરણ : પરમેશ્વર જો પાધરો શત્રુથી શુ થાય;
પથરા ફેંકે પાપી તે, ફૂલ થઈ ફેલાય. – દલપતરામ
    • કૂડકપટ રહિત; સરળ; ન્યાયને માર્ગે ચાલ્યું જાય એવું; ન્યાયી; પ્રામાણિક.
    • ખરેખર; સાચું.
    • ઠીક; સારૂં.
    • વાંકુંચૂંકું નહિ એવું; આડુંઅવળું નહિ પણ સીધું.
ઉદાહરણ : ઉદ્યમ કરીએ અતિ ઘણો, કૂડ કપટ કહેવાય;
કર્મ ન હોયે પાધરું, (તો) બારે વાટે જાય. – શામળ
    • સીધે માર્ગે જનારું; સરળતાવાળું; પાંસરું.
    • હિત ચાહનારું; મિત્ર જેવું.
ઉદાહરણ : પાધરો વિભિક્ષણ રે હો, તે તો વાંકો થયો. – પ્રેમાનંદ
  • ૨. (અ.)
    • કોઈની મારફત વગર; વચમાં કોઈને રાખ્યા વગર.
    • તરત; તાબડતોડ; વગર વિલંબે; એકદમ.
    • નિત્ય; અમર; અવિનાશી.
    • બારોબાર; પાંસરું; એક છેડેથી બીજે છેડે; સળંગ.
    • સંમુખ; સામું.
    • સીધું; દોરીછટ.

સંદર્ભ[ફેરફાર કરો]