લખાણ પર જાઓ

પાનસોપારી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • નાની બક્ષીસ; સિપાઈસપરાંને અપાતી નાની બક્ષિસ.
    • પાનની પટી, એલચી, સોપારી વગેરે સત્કાર કરી આપવાં તે; મુખવાસ; તાંબૂલ; પાન ને સોપારી.
    • રહેમનજરના બદલામાં ખુશીથી આપવું તે; ‘ચેરીચેરી’
    • કોઈના માનમાં કરાતો સમારંભ.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૪૮૨:
      “બીજે સ્થળે આવી જ પડાપડી અને ‘સત્યાગ્રહ’ પાનસોપારી માટે થયો. સરદારે કોઈની પણ પાનસોપારી લેવાની ના પાડી અને ભાષણ આપવાની પણ ના પાડી.”
    • પાનસોપારી એ લાંચનું સુધરેલું નામ છે. – ધૂમકેતુ

સંદર્ભ

[ફેરફાર કરો]