પ્રગલ્ભ

વિકિકોશમાંથી
  • ૧. [સં.] (પું.) જાતકર્મના હવનનો અગ્નિ.
  • ૨. (પું.) વક્તા; બોલનાર માણસ.
  • ૩. (વિ.) અભિમાની; ગર્વિષ્ઠ.
  • ૪. (વિ.) આગ્રહવાળું; આગ્રહી.
  • ૫. (વિ.) ઉછાંછળું; ઉદ્ધત
  • ૬. (વિ.) ઉત્સાહી; સાહસી; હિંમતવાન; શૂર; છાતીવાળું.
  • ૭. (વિ.) ઉમરે પહોંચેલું; પુખ્ત.
  • ૮. (વિ.) તીખા સ્વભાવનું.
  • ૯. (વિ.) નિર્લજ્જ; ધૃષ્ટ.
  • ૧૦. (વિ.) નીડર; નિર્ભય.
  • ૧૧. (વિ.) પ્રતિભાશાળી; પ્રતિભાસંપન્ન; બુદ્ધિશાળી.
  • ૧૨. (વિ.) પ્રધાન; મુખ્ય.
  • ૧૩. (વિ.) પ્રૌઢ; ગંભીર; ધીર.
  • ૧૪. (વિ.) બડાઈખોર; બકવાદી.
  • ૧૫. (વિ.) બાહોશ; હોશિયાર; ચતુર; ચાલાક.
  • ૧૬. (વિ.) વાર ન લગાડાતાં પૈસા વગેરે આપનાર.
  • ૧૭. (વિ.) વિચાર ન કરતાં કામ જલદી કરનાર.
  • ૧૮ (વિ.) શક્તિવાન; સામર્થ્યવાળું.
  • ૧૯. (વિ.) શરમાયા વગર બોલે તેવું; ભક્કાબોલું; અલેતું
  • ૨૦. (વિ.) હાજરજવાબી; હાજરજબાની.

સંદર્ભ[ફેરફાર કરો]