ફરેબ

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી., પું.
    • કપટ; છળ; પ્રપંચ.
    • કહેવું એક ને કરવું બીજું તે; વિશ્વાસ આપીને ફરી જવું તે; ભૂલથાપ દેવી તે.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ફરેબ ખાવો = (૧) છેતરાવું; ફસાવું; ખોટે રસ્તે દોરાવું. (૨) લલચાવવું.
    • ૨. ફરેબ દેવો = (૧) દગો દેવો; ફંદામાં ફસાવવું. (૨) પ્રપંચ રમવું; છેતરવું. (૩) લલચાવવું.
    • ચાલાકી; ચતુરાઈ; યુક્તિ.
    • લાલચ; લોભ.
  • ૨. વિ.
    • જીતદાર, હરનાર. સમાસને છેડે વપરાય છે. જેમકે, દિલફરેબ.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 6086