લખાણ પર જાઓ

બરકવું

વિકિકોશમાંથી
  • ૧. (સ. ક્રિ.) મોઢેથી બૂમ પાડીને બોલાવવું; મોટા ઘાંટે બોલાવવું; બકોરવું; સાદ કરવો; હાક મારવી, હાકલવું.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] બુક્ક ( કહેવું ) ]
    • રૂઢિપ્રયોગ: વિના કામનું બરકવું ધોકો આવે ઘેર = પોતાની મેળે આફત વહોરી લેવી.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૩:
      ‘મીંગોળાની ધરતી એને ધા નાખતી હશે. એનું મોત પારકી ભોમકામાં માંડ્યું હશે. ઘરનાં માણસોનો શાતા દેતો હાથ માથે ફરવાનું પણ એના નસીબમાં નહિ લખાયું હોય તે દુશ્મને લાશ પણ હાથમાં આવવા ન દીધી. એનું મોત એને મીંગોળે બરકી ગયું. પારકી ભોંય એને પોકારતી હોય એમાં આડા હાથ ક્યાંથી દેવાય...?