લખાણ પર જાઓ

બેલું

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપુંસક લિંગ)

  • જોડું, જોડલું. બેનું જોડકું; બેની જોડ; યુગ્મ; બેનો સમવાય; જોડકું.
ઉદાહરણ : પ્રભુએ એમના બેલાં બાંધ્યાં હશે. – પ્રેમાનંદ
  • કાંતવાની પૂણીનું જોડકું.
  • (લાક્ષણિક) જોડાવું એ, સંબંધ
  • પથ્થરનું ચોસલું; ધોળો રેતાળ પથ્થર; ધોળા પથ્થરનું ચોસલું; ધોળા રેતાળ પથ્થરનું ચોસલું; ધોળો લંબચોરસ પથ્થર. તે સાધારણ રીતે ૪થી ૮ ઇંચ જાડાઈ, ૧૦થી ૧૨ ઇંચ પહોળાઈ તથા ૧૨થી ૧૬ ઇંચ સુધીની લંબાઈનો હોય છે. ‡
  • એકસાથે બે ઉપવાસ.
  • ગપાટો; અશક્ય વાત.†
  • મિત્રતા.
  • સ્નેહનું સગપણ; સ્નેહનો સંબંધ.
ઉદાહરણ : હું તો મગન થઈ મસ્તાન, ખાંતે ખેલું રે, બાંધ્યું બ્રહ્માનંદના નાથ સંગાથે બેલું રે. – બ્રહ્માનંદ



રૂઢિ પ્રયોગ

[ફેરફાર કરો]
  • બેલું મૂકવું = ગપાટો મારવો.†
  • ગજિયું બેલું = અઢાર આંગળ લાંબું બેલું.‡