ભડક
દેખાવ
- પું.
મોટો પથ્થર; દગડો.
- સ્ત્રી.
- આંચકો; પ્રત્યાઘાત.
- ચળકાટ; ભપકો; વૈભવ.
- જુસ્સો; ઉશ્કેરાટ.
- દેખાવ.
- બીક; ડર; ભય;મનમાં પેસી ગયેલી ધડક કે બીક.
- રૂઢિપ્રયોગ
- ૧. ભડક કાઢવી = ડર દૂર કરવો.
- ૨. ભડક પેસવી = ડરવા લાગવું; બીવું.
- ૩. ભડક ભાગવી = ડર જવો કે કાઢવો.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૦:
- “સરદારનો પ્રથમ પાઠ તો લોકેાની ભડક ભાંગવાનો હતો એ સૌ કોઈ જાણે છે.”
- ભડકવું તે; ભડકી જવું તે; સોફ; ચમક; ચોંક; સ્કુરણ; કંપન.
સંદર્ભ
[ફેરફાર કરો]- ભડક ભગવદ્ગોમંડલ પર.