ભારાડી

વિકિકોશમાંથી
  • ૧. (પું.) અંબા માતાનો ઉપાસક માણસ; રખડતા ભિક્ષુકનો એક વર્ગ. તેઓ અંબા માતાના ગુણ ગાતા રખડે છે. એક હાથમાં ડમરૂ અને બીજા હાથમાં મશાલ લઈને ફરે છે.
  • ૨. (વિ.) અધર્મમાં કુશળ; કપટી; ખરાબ કામમાં બહુ હોશિયાર; ખંધું; દગલબાજ; તોફાની; બદમાસ.
  • ૩. (વિ.) માથાભારે; જબરું
  • ૪. (વિ.) લુચ્ચું, ખેપાની.
  • ૫. (વિ.) ઊંધું ચત્તું કરનાર.
  • ૬. (વિ.) અડાબીડ.
  • ૭. (વિ.) સાહસથી કામ કરનાર
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૪:
      ‘ચતુ, તું તો સોમાં સોંસરવો છે હોં ! તારા જેવો ભારાડી માણસ મેં હજી સુધી નથી જોયો !’