લખાણ પર જાઓ

મીનમેખ

વિકિકોશમાંથી
  • ૧.સ્ત્રી.
    • ખામી; ખોટ.
    • દોષદૃષ્ટિ; દોષ જોવા તે.
    • ફેરફાર; તફાવત; વધારોઘટાડો; જુદાપણું; ઓછુંવધતું હોવું તે.
  • રૂઢિપ્રયોગ
    • મીનમેખ ન કરવા–ન હોવાં = જરા પણ ફેરફાર ન હોવો; શંકા કરવા જેવું ન હોવું.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૪૧:
      “આ રાજ્યમાં પૈસો લેવાનો હોય તેમાં મીનમેખ ન થાય; તે તો વખતસર, નિયમસર અને વ્યાજસહિત જ લેવાય.”
    • મીન રાશિની મેષ રાશિ ન થવી તે.
    • વાંધોસાંધો; હરકત; શંકા કરવાપણું; પ્રત્યવાય; ખાંચોખચકો.
  • રૂઢિપ્રયોગ
    • મીનમેખ ન થવાં = શંકા આણવા જેવું ન હોવું; નક્કી હોવું; ખાત્રી ભરેલું હોવું.
  • ૨. અવ્યય
    • ઓછુંવત્તું હોય તેમ.

સંદર્ભ

[ફેરફાર કરો]