મુચરકો
દેખાવ
- પું.
- જામીનખત; કબૂલાત; ગુનેગારે વચન પાળવા માટે કરી આપવાનો લેખ; કરાર.
- ઉદાહરણ 1941, મોહનદાસ કરમચંદ ગાંધી, દેશી રાજ્યોનો પ્રશ્ન, page ૨૦૦:
- “તેમણે રાજ્ય અને સરકારને વફાદાર રહેવાની લેખી કબૂલાત અને રૂપિયા પાંચસો પાંચસોના મુચરકા આપવા, નહિતર એક મહિનામાં ગામ છોડી ચાલ્યા જવું.”
- રૂઢિપ્રયોગ
- મુચરકો આપવો = જામીનખત આપવું; ન્યાયકોર્ટમાં કબૂલાત દેવી.
- મુચરકો લેવો = ન્યાયની અદાલતથી લેખિત બંધણીથી કબૂલાત લેવી.
- હાથ મુચરકો = તુરતના જામીન; જવાબદારીનું ખત.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- તુર્કી (મુચલ્કર = કરારનામું)
સંદર્ભ
[ફેરફાર કરો]- મુચરકો ભગવદ્ગોમંડલ પર.