મૂંડામણ

વિકિકોશમાંથી
  • ૧. (ન.) ચેલા તરીકે દાખલ થવા અપાતી રકમ.
  • ૨. (ન.) હજામતનું મહેનતાણું; હજામત કરાવવાની મજૂરી; મૂંડવાનું મહેનતાણું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
      ‘હાલતી થા હાલતી. માથાના મોડવાળી ! તારે હવે માથું કેવું ને મોડ કેવો ! હું પરણી તે દીથી જ તારા માથાનું તો મૂંડામણ થઈ ગયું છે....’
    • રૂઢિપ્રયોગ: ટકાની ડોશી ને ઢબુ મૂંડામણ = માથા કરતાં મૂંડામણ મોઘું; મૂળ વસ્તુ કરતાં તેના ઉપરની ટાપટીપમાં વધુ ખર્ચ થવું તે.