રફુચક્કર
દેખાવ
- ૧. નપુંસકલિંગ
- છાનુંમાનું નાસી જવું તે; ગુપ્તપણે ઝપાટાબંધ નાસી જઈ અદૃશ્ય થઈ જવું તે.
- દાવપેચ; પ્રપંચ; કાવતરું; વ્યૂહ; રિપુચક્ર.
- શત્રુથી થયેલ હાનિ કે નુકસાન.
- ૨. વિશેષણ
- અચોક્કસ મગજનું; વાયલ; ગાંડું; ઘેલું.
- અફળાયેલું; અથડાયેલું.
- પલાયન કરી ગયેલું.
- રૂઢિપ્રયોગ
- ૧. રફુચક્કર થઈ જવું = છુપાછુપ નાસી જવું; પલાયન કરી જવું; ખબર પડે નહિ તેમ ભાગી જવું; છટકી જવું; અગિયારા ગણવા.