વંડી

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી) માટીનો નાનો કોટ કે દીવાલ; કંપાઉંડની આજુબાજુની દીવાલ; વાડાની ભીંત; વાડ; ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત; ઊંચી પાળ; વાડા કે કમ્પાઉન્ડની બેઠા ઘાટની ભીંત.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
      ઘરની પરસાળમાં પણ જેણે મજિયારાપણું ન સહેવાતાં આડી વંડી ચણાવી લીધી, એ આપ-૨ખી નંદન પતિહૃદયમાં તો સહિયારાપણું શું સાંખી શકે?
    • રૂઢિપ્રયોગ:
      ૧. વંડી છાવી = (૧) નાનું ક્ષુલ્લક કામ કરવું. (૨) વરસાદથી ભીંજાય નહિ માટે તેના ઉપર કરાંઠી વગેરે મૂકી ઉપર મટોડું, કચરો વગેરે નાખવાં.
      ૨. વંડી પરનું ખરસલું = તુચ્છ વસ્તુ.
  • ૨. (સ્ત્રી.) મોટા ભાગે ચોળાની દાળની એક બનાવટ
  • ૩. (સ્ત્રી.) (લા.) ફરતી દીવાલવાળો નાનો રહેણાક ઘરવાળો બગીચો