વસવસો
દેખાવ
- ૧. (પું) અંદેશો; ખતરો; શક; વહેમ; મનની ગૂંચવણ.
- વ્યુત્પત્તિ: [અરબી] વસ્વસા ( વહેમ ).
- ૨. (પું) ખરાબ લાલચ.
- ૩. (પું) દિલગીરી; પસ્તાવો; સંકોચ.
- ૪. (પું) પક્ષપાત.
- ૫. (પું) અફસોસ (વસવસો જવો, વસવસો રહેવો.); કાર્ય સિદ્ધ ન થતાં મનમાં થતો ઉદ્વેગ, મનની મૂંઝવણ.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૬:
- સન્નિપાતી બકવાટ ઓછો કરવા માટે યોજાયેલી આભાશાની ઘેનની અવસ્થા બદલ અમરતે વસવસો' વ્યક્ત કર્યો અને આંખમાંથી બે ટીપાં પણ પાડી બતાવ્યાં.
- ઉદાહરણ