વસવાયું

વિકિકોશમાંથી

સંજ્ઞા[ફેરફાર કરો]

  • ૧. ન.
    • બોલાવીને વસાવેલું તે; વસવાને બોલાવેલું તે; ગામ વસાવતાં ગામના લોકોને મદદ કરવા અમુક ઠરાવથી જમીનનો બદલો આપી વસવાને બોલાવેલ કારીગર લોક; ગામ તરફથી પસાયતાં આપી વસાવેલા સોની, સુતાર, લુહાર, કુંભાર, ઘાંચી, સઈ, સાળવી, મોચી તથા હજામ વગેરે લોક. આ લોકોને ગામના લોકનું કારીગીરી વગેરેને લગતું તથા ગામમાં આવતા સરકારી કારભારીઓનું કામ મફત કરવું પડે છે.
    • ગામ વસાવતાં વસવા બોલાવવામાં આવેલ કારીગર વર્ગ, ‘આર્ટિઝન’

બહુવચન[ફેરફાર કરો]

  • વસવાયાં
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૬:
ગામમાં ઓતમચંદ જેવા શ્રીમંતો તો આંગળીને વેઢે ગણાય એટલા જ હતા. બાકી ગામની વસ્તી એકંદરે ગરીબ જ હતી. તેથી જ ગરીબગુરબા તથા વસવાયાં સહુ આ મોટે ખોરડે થનાર જમણવારની રાહ જોતાં દાઢ કકડાવીને બેઠાં હતાં.

સંદર્ભ[ફેરફાર કરો]