વાયક

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું.)

અર્થ[ફેરફાર કરો]

  • વણનાર; વણકર.

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

અર્થ[ફેરફાર કરો]

  • આજ્ઞા; હુકમ; આદેશ.
  • ધારણ; અનાજ રૂ વગેરે વસ્તુ તોળાતી વખતે તોળાટ કેટલી વાર તોળાણું તેની સંખ્યાનો આંકડો મોટેથી બોલે છે તેની સાથે આ શબ્દનો ઉપયોગ કરે છે. જેમકે પાંચ, વાયક પાંચ.
  • વચન; વેણ; વાક્ય; બોલ; કહેણ; શબ્દ; વાણી.
  • સંકર, સૂત, ક્રીન, વગેરે માંહેની એક વર્ણસંકર પ્રજા.

ઉતરી આવેલો શબ્દ[ફેરફાર કરો]

વાયકા

ઉદાહરણ[ફેરફાર કરો]

હનુવો જતિ વાયક ફેરવે…
અંજની પુતર આગેવાન,
એ… જી… વીરા પાંચ ક્રોડે પ્રહલાદ આવશે
સાત ક્રોડે હરચંદ રાય :
નવ ક્રોડે જેસલ જાનૈયો
ને બાર ક્રોડે બળરાય.
જાગી શકો તો નર જાગજો…
હોજી એકાંત ધરોને આરાધ…

--વ્યાજનો વારસ