લખાણ પર જાઓ

શિરોમણિ

વિકિકોશમાંથી
  • ૧. (પું.) અગ્રેસર; આગેવાન.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] શિરસ્ ( માથું ) + મણિ
  • ૧. (પું.) કળશ.
  • ૧. (પું.) ચૂડામણિ;
  • ૧. (પું.) માથાના શણગાર રૂપ કલગીમાંનું રત્ન; મુગટમણિ; મસ્તકનું રત્ન; અંબોડામાં બંધાતો મણિ.
  • ૧. (પું.) (લા.) સરદાર; નાયક, મુખ્ય; શ્રેષ્ઠ; નાયક
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
      'પાડ તમારો. સમજુ તો સાનમાં સમજી જાય. સુલેખા તો સમજુઓમાંય શિરોમણિ છે. મારી સાત પેઢીને ઊજળી કરી બતાવશે.'
  • ૧. (પું.) (લા.) શ્રેષ્ઠ સ્થાન ઉપર રહેલ (માણસ)
  • ૧. (વિ.) મુખ્ય; શ્રેષ્ઠ.
  • ૧. (વિ.) સમૂહ કે વર્ગમાં ઊંચામાં ઊંચુ હોય એવું.