સોલો

વિકિકોશમાંથી
  • ૧. (પું) ઊર્મિ; તરંગ; તુક્કો; મનમાંથી નવો તર્ક ઊઠવો તે; વિચારનો આવેશ; મગજમાં ઊભો થતો તુક્કો, વિચારનો પ્રબળ આવેશ
    • રૂઢિપ્રયોગ: સોલો ઊપડવો-ચડી આવવો = તર્ક ઊઠવો; નવો વિચાર આવવો.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૫:
      કોઈ કોઈ વાર સોલો ચડે ત્યારે તેઓ ઉપરાઉ૫૨ દર્શની અને મુદતી હૂંડીઓ લખાવ્યા કરતા, આંગળીના વેઢા ઉપર વ્યાજની ટકાવારી ગણ્યા કરતા.
  • ૨. (પું) પત્તાની એક રમત.
  • વ્યુત્પત્તિ: [અંગ્રેજી]
  • ૩. (ન.) એક જણે ગાવાનું કે વગાડવાનું સંગીત