હડહડતું
દેખાવ
- વિશેષણ
- ઉત્કટ લાગણીવાળું; ચુસ્ત; ખરેખરુ; પૂરેપૂરું; આસક્ત; દૃઢ ભક્તિવાળું; અત્યંત દુરાગ્રહી; પાકું.
- ઉપયોગ
- આપણામાં કેટલાક એવા હડહડતા વૈષ્ણવ હોય છે કે જે સીવવું શબ્દ પણ ન વાપરે, કારણ કે એમાં શિવનું નામ દેવાઈ જાય. – આનંદશંકર ધ્રુવ
- ઊકળતું, અત્યંત દુરાગ્રહી.
- ઘણું જ આકરું; ભારે; ન ખમાય એવું, અસહ્ય થઈ પડે તેવું
- સાવ; તદ્દન; નરદમ.
- ઉત્કટ લાગણીવાળું; ચુસ્ત; ખરેખરુ; પૂરેપૂરું; આસક્ત; દૃઢ ભક્તિવાળું; અત્યંત દુરાગ્રહી; પાકું.
- રૂઢિપ્રયોગ
- હડહડતો કળિયુગ = અસત્ય યુગ.
- હડહડતું જુઠાણું = તદ્દન જૂઠું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૧૩:
- “આના જેવું હડહડતું જુઠાણું અને બદનક્ષી બીજી કઈ હોઈ શકે ? કલેક્ટરને લોકો તો કોઈ મળ્યા નહોતા”
સંદર્ભ
[ફેરફાર કરો]- હડહડતું ભગવદ્ગોમંડલ પર.