લખાણ પર જાઓ

હીબકવું

વિકિકોશમાંથી
  • ૧. (અ. ક્રિ.) દાણાથી ખળાં છલોછલ ભરાઈ જવાં; છલોછલ ભરાવું; છલકાવું (કા.)
  • ૨. (અ. ક્રિ.) (લા.) પાણીથી તળાવનું ભરપૂર ભરાઈ જવું.
  • ૩. (અ. ક્રિ.) બીકનો ધ્રાસકો પડવો; થડકી જવું; હબકવું; હેબતાવું; બીકને લઈ હૃદયના ધબકારા અનુભવવા.
  • ૪. (અ. ક્રિ.) ભયંકર સમાચાર સાંભળીને ભય કે શોકની ભારે અસર થઈ જવી; હેબતાઈ જવું; હબકી જવું.
  • ૫. (અ. ક્રિ.) રડવાનાં ડૂસકાં ખાવાં; હીબકાં ખાવાં.

ઉતરી આવેલ શબ્દ

[ફેરફાર કરો]
  • હીબકતી, હીબકતો
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૬:
      એક વખત તો એવું બન્યું કે સુલેખા એના નિત્યક્રમ પ્રમાણે નિયત સમયે સસરાજીની શુશ્રૂષા માટે આવી ત્યારે જ ચિત્તભ્રમ આભાશાએ રિખવ સાથે વાતચીત માંડી અને એ હીબકતી હવામાં સુલેખા મૂર્ચ્છા ખાઈને ઊભી પછડાટે હેઠી પડી ગઈ.