હૈયાફૂટું

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • કાચા કાનનું; હૃદયની સ્થિરતા વિનાનું; હૈડું હાથમાં નથી એવું.
    • (લા.) ભૂલકણું; વીસરી જાય એવું; ઘડીકમાં ભૂલી જાય એવું.
    • મૂર્ખ; બેવકૂફ; મૂઢ; ગમ વિનાનું; અક્કલ વગરનું.
    • સ્વાર્થ જતો કરે એવું; ફૂટેલા હૈયાનું.
  • જાતિવાચક નામ
    • હૈયાફૂટો (પુ)
    • હૈયાફૂટી (સ્ત્રી)
  • બહુવચન
    • હૈયાફૂટા
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૮:
      “અને એવાં પંચ આપે તો પછી ખરે ટાંકણે મદદ કરનારા હૈયાફૂટા અમલદારો શી રીતે મળે ?”