લખાણ પર જાઓ

અક

વિકિકોશમાંથી

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

સંસ્કૃત

  • અર્ક ( આકડો )

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પું.)

  1. વ્યથા, દુઃખ, સુખનો અભાવ,
  2. આકડો, આંકડો
  3. શેરડી શેરડી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (ન.)

  1. પાપ,પાતક; અઘ. (ઉદાહરણ : ન અક નામ તો મેં સદા ધર્યું. – પ્રેમાનંદ)
  2. વ્યથા, દુઃખ, પીડા, સુખનો અભાવ. (ઉદાહરણ : ન અક તુજને મેં કર્યું. – પ્રેમાનંદ)

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ (સં)

  • અક્ ( સર્પ પેઠે પેટ ઘસીને ચાલવું) દુ:ખ ભોગવતાં ચાલતું; વાંકુ ચાલતું.

વ્યાકરણ

[ફેરફાર કરો]
  1. કર્તૃવાચક કૃત્ પ્રત્યય એટલે `નાર`ના અર્થમાં વપરાતો પ્રત્યય. જેમકે પોષક.
  2. નારીજાતિનો કૃત્ પ્રત્યય. જેમકે આવક; જાવક; બેઠક. (સંદર્ભ: આમણ, ણી, અક, અણ, અણી, આઇ, અત, અતી, ણુક, આવટ, વટ-નારીજાતિના પ્રત્યયો છે. – બૃહદ્ વ્યાકરણ)