પીઢિયું

વિકિકોશમાંથી
  • ૧. (ન.) દાઢનો દાંત, દાઢ.
  • ૨. (ન.) પીઢ; પાટડો; આડો ભારોટિયો, છતની પાપડીઓના આધાર માટેની લાકડાની ઘડેલી તે તે વળી
  • ૩. (ન.) પેઢું; અવાળુ.

ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • બહુવચન : પીઢિયા
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૧:
      ખપેડાના આડસરના પીઢિયાઓમાંથી એક ડાગળી ખેંચતાં આખું પીઢિયું પોલું દેખાતું અને એના ભગદળની અંદર અણખૂટ ભંડાર ભર્યા હતા.