પોકળ

વિકિકોશમાંથી
  • ૧. સ્ત્રી.
    • લેઉઆ કણાબીની એ નામની એક અટક.
  • ૨. ન.
    • એ નામની અટકનું માણસ.
    • કંઈ નહિ તે; પોલાણ.
    • ગપ; ખોટી વાત; ભોપાળું; જૂઠું.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો, page ૪૧:
      “…હું તમને પોલીસપટેલોને ઓળખું છું. તમારા લોકો તો ખૂન કરાવે, દેવતા મુકાવે, જાસા કરાવે, ચોરીઓ કરાવે, અને ચોરીનો માલ પણ રાખે. માટે ભગવાનને માથે રાખી જુબાની આપો છો તો સાચું બોલો. નહીં તો સવાલો પૂછીને તમારાં બધાં પોકળ મારે ખોલાવવાં પડશે.”
  • ૩. વિશેષણ
    • અર્થ વગરનું; ફોગટનું; નિરર્થક; અમસ્તું.
    • એ નામની અટકનું.
    • ખોટું; જૂઠું.
    • પોલું; અંદરથી અવકાશવાળું; ખાલી.

સંદર્ભ[ફેરફાર કરો]