બ્રહ્મરંધ્ર

વિકિકોશમાંથી

નામ (નપુંસકલિંગ)[ફેરફાર કરો]

  • એક સંધિસ્થાન.
  • તાળવા માંહેનું છેદ; મસ્તક ઉપરનું છિદ્ર; ખોપરીમાંનું એક છિદ્ર; મનુષ્યના મસ્તકમાં માનેલું એક છિદ્ર, જ્યાં પ્રાણ જતાં બ્રહ્મજ્ઞાન – બ્રહ્મલોક મળે, બ્રહ્મલોકમાં જનારના પ્રાણ ત્યાંથી નીકળે એમ કહેવાય છે, બ્રહ્માંડદ્વાર; દશમું દ્વાર.
ઉદાહરણ : બીજો હાથ તાળવા પર બ્રહ્મરંધ્રમાં ચેતનની શોધ કરતો હતો.-વ્યાજનો વારસ
  • બાળકના મસ્તકનો વચલો ભાગ; તાળવાનો મધ્ય ભાગ; તાળવું; મગજ.
  • સાત માંહેનું એક ચક્ર. તેનું સ્થાન બ્રહ્મરંધ્ર છે, તેનો વર્ણ શુદ્ધ સ્ફટિક જેવો નિર્મળ છે, અક્ષર વિવિધ છે, દળો સહસ્ત્ર છે અને દેવથી પરબ્રહ્મ છે. ત્યાં યોગીજનો બ્રહ્મપ્રાપ્તિ માટે સમાધિ વખતે ધ્યાન લગાવે છે. ત્યાં યોગી ષટ્ચક્રનો વેધ કરી વૃત્તિને સ્થાપે છે અને વિદ્યા અને અવિદ્યાથી સમેત શ્રી મહેશ્વરનું દર્શન કરે છે.