ભેખ

વિકિકોશમાંથી
  • ૧.પું.
    • ગૃહસ્થનો વેશ છોડી દેવો તે; ભિખારીનો વેશ લેવો તે; ભિખારી વેશ; ભિક્ષાવૃત્તિ કરવી તે.

ધર્મ. ધારણ કરેલ ખોટો દેખાવ; કૃત્રિમ વેશ. ધાર્મિક વેશ; સાધુ વેશ; સંન્યાસનો વેશ; સંન્યાસની દીક્ષા.

  • ઉપયોગ
    • ક્ષમા ન કીધી તેં ખાંતશું, દયા ન કીધી રેખ; પરવેદન તે જાણી નહિ તો શું લીધો તે ભેખ. – રૂપવિજય
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૪:
      “જેણે જેણે એમનાં ભાષણ વાંચ્યાં અને સાંભળ્યાં તેણે તેણે ખેડૂતને માટે લીધેલો એમનો ભેખ જોયો.”
    • બુરખો; વેશ; વેષ.
    • મોજમજા, સુખોપભોગ ને વૈભવ છોડી દઈ અમુક એકાદ અર્થસાધના પાછળ મચવું તે. જેમકે, કોઈ કામ ભેખ લીધા વગર બનતુ નથી.
    • વૈરાગ્ય; સંસારાભાવ; વેરાગ.

સંન્યાસી; વિરક્ત થયેલ સાધુ; ખાખી; યોગી; સાધુ; વેરાગી.

  • ૧.સ્ત્રી.
    • ભેખડ; કરાડ.
  • વ્યુત્પત્તિ

[ સંસ્કૃત. ભિક્ષ્ ( માગવું ) ]

  • રૂઢિપ્રયોગ
    • ભેખ ઉઘાડો પાડવો = વાત ખુલ્લી કરી દેવી.

સંદર્ભ[ફેરફાર કરો]