અખત્યાર
Appearance
- પું.
- અધિકાર; સત્તા; હક્ક; ભોગવટો; કાબૂ,
- વ્યુત્પત્તિ [અરબી] = અખ્તિયાર ( સત્તા )
- રૂઢિપ્રયોગ
- ૧. અખત્યાર લઈ લેવો = સત્તા લઈ લેવી.
- ૨. અખત્યારની વાત = અધિકારની બાબત.
- અધિકારક્ષેત્ર; હવાલો; ઈલાકો.
- રૂઢિપ્રયોગ
- અખત્યાર લેવો = અમુક જગાનો હવાલો લેવો; અમુક જગાનો અધિકાર સંભાળવો.
- રૂઢિપ્રયોગ
- પસંદગી; મરજી, વિકલ્પ.
- બળ; જોર.
- માલિકી; ધણીપણાનો હક્ક;માલિકીપણાની પરિસ્થિતિ
- રૂઢિપ્રયોગ
- અખત્યાર કરવું = (૧) આશરો લેવો. (૨) પોતાનું કરી લેવું; પકડવું. (૩) સ્વીકારવું.
- રૂઢિપ્રયોગ
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (in English), page ૧૬૭:
- “હું માનું છું કે સરકારે અખત્યાર કરેલા માર્ગ કેટલીકવેળા કાયદાની, વ્યવસ્થાની અને વિવેકની હદ ઓળંગી ગયો છે. ગુજરાતના કમિશનરના ઉદ્ધત કાગળે બળતામાં ઘી હોમ્યું છે.”
- અધિકાર; સત્તા; હક્ક; ભોગવટો; કાબૂ,
સંદર્ભ
[ફેરફાર કરો]- અખત્યાર ભગવદ્ગોમંડલ પર.