અદબ
Appearance
નામ (સ્ત્રીલિંગ)
[ફેરફાર કરો]- ૧. નીતિ.
- ૨. મર્યાદા અને વિનય સૂચવે એવો શરીરનો મરોડ; બન્ને હાથ કોણી આગળથી વાળી છાતી ઉપર સામસામી બગલમાં અડકે અથવા તેની નજીક રહે તેવી રચના. લટકતા જમણા હાથની પોચી મૂઠ્ઠી વાળી તે ડાબી તરફની બગલમાં અને તે જ પ્રમાણે ડાબા હાથની મૂઠ્ઠી જમણી બગલમાં એવી રીતે રાખવી કે જેથી બન્ને હાથના કાંડાની લંબચોકડી આકારની આંકડી પડે.
- રૂઢિપ્રયોગ
- ૧. અદબ કરવી — ભીડવી — વાળવી = વિવેક દેખાડવો; માન આપવું; મર્યાદા દેખાડવી.
- ઉદાહરણ ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ (in English), page ૧૬૯:
- “નીચે ઊતરીને એણે એ મહાકાય સંઘપતિની સામે અદબથી હાથ જોડીને શબ્દોચ્ચાર કર્યા તે જોઈ સાંભળીને ગુરુદેવ ચકિત થયા.”
- ૩. [અરબી] મલાજો; આમાન્યા
- ઉદાહરણ : મ્હોટા જનની અદબ રાખવી, બાળને શિક્ષા દેવીજી. — દયારામ
- રૂઢિપ્રયોગ
- ૧. અદબ છોડવી — તોડવી — મૂકવી = મર્યાદાના ન રાખવી.
- ૨. અદબ મૂકાવવી = પોતાનો ભારવક્કર તોડાવવો.
- ૩. અદબ રાખવી કે અદબમાં રહેવું — મલાજામાં રહેવું.
- ૪. [અરબી] વિનય; વિવેક; સભ્યતા; નમ્રતા
તદ્ભવ શબ્દો
[ફેરફાર કરો]- આદાબ = વંદન; વિનય; વિવેક
- અદીબ = વિદ્વાન; શિક્ષક
- તાદીબ = શિક્ષા; સુધારણા