અસ્ખલિત

વિકિકોશમાંથી
  • ૧. (પું.) વિષ્ણુ.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] અ ( નહિ ) + સ્ખલ્ ( ખરવું ) + ઇત્ ( ભૂતકૃદંતનો પ્રત્યય )
  • ૨. (વિ.) અડગ; દૃઢ; અચળ.
  • ૩. (વિ.) અપ્રમાદી.
  • ૪. (વિ.) ઈજા નહિ પામેલું; બિનહરકતી; અક્ષત; અખંડ.
  • ૫. (વિ.) ચાલુ; સતત; અખંડ; એકધારું; વચ્ચે ખાંચો કે તૂટ પડ્યા વિનાનું.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] અ ( નહિ ) + સ્ખલ્ ( પડવું ) + ઇત ( ભૂતકૃદંતનો પ્રત્યય ) ]
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (overall work in Gujarati), page ૧૯૩:
      આટલું બોલતાં આભાશાનું હૃદય ધ્રૂજી ઊઠ્યું. એમની ઊંડી ગયેલી આંખોમાંથી અસ્ખલિત અશ્રુધારા વહેવા માંડી.
  • ૬. (વિ.) ફરજ બજાવવામાં નહિ ચૂકેલું.
  • ૭. (વિ.) ભૂલચૂક કર્યા વિનાનું; દોષ વગરનું; સ્ખલન કે ભૂલ કર્યા વિનાનું