આઈ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • (અંગ્રેજી) આંખ; ચક્ષુ; નેત્ર.
    • દેવી; માતા.
    • બાપની મા; દાદી; ડાડી; મોટી મા. કાઠી લોકો બાપની માને આઇ કહે છે.
    • (सं.) આર્યા; (પ્રાકૃત) અજની; (મરાઠી) આઇ.
    • મા; જનેતા; બા; માતા.
    • (હિન્દી) મોત; મૃત્યુ; મરણ
    • સાસુ.
  • ન.
    • આયુ; આયુષ્ય (જૂની ગુજરાતી)
  • વિશેષણ
    • આ.
  • અવ્યય
    • નામ પરથી વિશેષણ બનાવનાર પ્રત્યય. જેમ કે, ચીન – ચિનાઈ
    • વિશેષણ ઉપરથી ભાવવાચક નામ કરે તેવો પ્રત્યય. દા.ત. મોટું–મોટાઈ, વડું–વડાઈ.
    • સામાન્ય નામ ઉપરથી ભાવવાચક નામ કરનાર પ્રત્યય. દા.ત. શેઠ–શેઠાઈ.

સંદર્ભ[ફેરફાર કરો]