લખાણ પર જાઓ

આગળું

વિકિકોશમાંથી
  • ૧. (ન.) શેરડીના સાંઠાનો ઉપલો ભાગ; પડછું.
  • ૨. (વિ.) આગળ પડતું; તરી આવે એવું; ચડિયાતું શ્રેષ્ઠ; સર્વોપરી; સરસ.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] અગ્ર
    • ઉપયોગ: રૂપવતી ગુણ આગળી, રામા રત્નની ખાણ. – શામળ
  • ૩. (વિ.) મોં આગળલું; પાસેનું નજીકનું.
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૯૯:
      પાછી વળીને ઘેર પહોંચશે ત્યારે વાચાને જાણે તાળાં વસાઈ જવાનાં છે, એવી બીકે એણે અંતરના આગળા છૂટા મેલ્યા.