લખાણ પર જાઓ

આબકારી

વિકિકોશમાંથી
  • ૧.સ્ત્રી.
    • દારૂ ગાળવા અને માદક વસ્તુઓ સાથે સંબંદ ધરાવતું ખાતું.
      • વ્યુત્પત્તિ :- [ફારસી] = આબ ( પાણી ) + કાર ( કામ ) + ઈ ( ભાવવાચક નામનો પ્રત્યય )
    • દારૂ વગેરે કેફી ચીજો ઉપર લેવાતો કર.
    • સર્વ સામાન્ય આયાત જગાત, ‘એકસાઇઝ’
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૪૧:
      “સરકારમાં નબળાઈ છે તેથી તે પોલીસની મદદ લે છે અને તેથી આબકારી ખાતાની મદદ લઈને લોકોને દબાવવાની કોશિશ કરે છે.”
    • દારૂની ભઠ્ઠી.
    • ભિસ્તીનું કામ.
    • શરાબ ગાળવાનું કામ.
    • શરાબખાનું.
  • વિશેષણ
    • દારૂ ગાળવાના કામને લગતું.
    • દારૂ, ગોંજો, ભાંગ, અફીણ વગેરે કેફી ચીજોના કર સંબંધી.

સંદર્ભ

[ફેરફાર કરો]