ઇલાહી
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][અરેબિક]
અર્થ
[ફેરફાર કરો]- અલ્લાહ સંબંધી, પરમેશ્વર સંબંધી; ખુદા – ઈશ્વર સંબંધી‡
- (લાક્ષણિક) વંદનીય, પૂજ્ય. માનને યોગ્ય.
- ઉદાહરણ : આભાશા તો ઇલાહી આદમી છે. - વ્યાજનો વારસ
- પવિત્ર#
- મગરૂર; ગર્વવાળું.
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- અકબરના વખતના એક ગજનું માપ. તેને ઇલાહી ગજ પણ કહે છે.
- અકબરના વખતનો સોનાનો બાર માસા ને પોણીબે રતી વજનનો ગોળ સિક્કો. તે અષ્ટસિધ્ધ એટલે સુમનીથી આઠ ગણો હતો.
- અકબરે શરૂ કરેલો એ નામનો સંવત.
- ખુદા; ઈશ્વર; પરમેશ્વર; પરમાત્મા; ભગવાન.†
પ્રકાર
[ફેરફાર કરો]અવ્યય
અર્થ
[ફેરફાર કરો]- ઓ પ્રભુ ! અરે ઈશ્વર !
રૂઢિ પ્રયોગો
[ફેરફાર કરો]ઇલાહી તોબા = ઈશ્વર પાપથી બચાવે.† ઇલાહી મોહર = (૧) ઈશ્વરી છાપ. (૨) ચુકાદો કરવાની ખાસ જરૂર હોય તેવું દેણું.‡ ઇલાહી રાત = ધર્મની ક્રિયામાં કે ગીત ગાવામાં ગાળેલી રાત.#